ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મુનિ જિનવિજયજી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:મુનિ જિનવિજયજી
(૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬): જૈન ધર્મ, પુરાતત્ત્વવિદ્યા તથા પ્રાચ્યવિદ્યાના સંશોધક, સંપાદક. જન્મ ઉદેપુર-મેવાડ જિલ્લાના રૂપાહેલી ગામે. મૂળ નામ કિશનસિંહ વૃદ્ધિસિંહ પરમાર. ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાનની ઈચ્છાથી સ્થાનકવાસી જૈન
સંપ્રદાયની દીક્ષા; ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા લઈ જિનવિજય નામ ધારણ કર્યું. પાટણના જૈનાચાર્ય શ્રીકાન્તિવિજયજી પાસે સંસ્કૃત-પ્રાકૃત
ભાષાસાહિત્યનો અભ્યાસ. આખરે સાધુવેશ ત્યાગી, મુક્ત થઈ અધ્યાપકજીવનનો સંકલ્પ. ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં આરંભનાં થોડાં વર્ષ આચાર્ય. ૧૯૨૮માં
ભારતીય વિદ્યાના અભ્યાસાર્થે જર્મની-પ્રયાણ. ૧૯૨૯માં પુનરાગમન. ૧૯૩૨થી ૧૯૩૬ સુધી શાંતિનિકેતનમાં જૈનસાહિત્યના અધ્યાપક. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનના
પુરાતત્ત્વવિભાગના અધ્યક્ષ. ૧૯૫૦માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્હ નિયામક. ૧૯૬૭માં નિવૃત્ત. ફેફસાના કેન્સરથી અમદાવાદમાં અવસાન. |