ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રમણલાલ જોશી


રમણલાલ જોશી  Ramanlal Joshi

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

રમણલાલ જેઠાલાલ જોશી (૨૨-૫-૧૯૨૬, ૧૦-૯-૨૦૦૬) - જાણીતા વિવેચક, સાહિત્ય વિચારના સામયિક 'ઉદ્દેશ'ના આદ્યતંત્રી. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના હીરપુરા ગામમાં જન્મ. માતાનું નામ મણિબહેન. ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને ૧ ૯૮૬ - ૧૯૮૭નાં વર્ષોમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી. ૧૯૮૬માં તે ગુજરાત યુનિવર્સિટીના ભાષા - સાહિત્ય ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા હતા. એમની પાંચેક દાયકાની સાતત્યપૂર્વકની શબ્દસાધનાને પરિણામે ગુજરાતી સાહિત્યને એમની પાસેથી બેતાળીસ જેટલાં વિવેચન, સંશોધન અને સંપાદનનાં પુસ્તકો સાંપડ્યા છે. એમના વિવેચનગ્રંથ 'વિવેચનની પ્રક્રિયા'ને ૧૯૮૪માં કેન્દ્રીય સાહિત્ય એકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગોવર્ધનરામના ઊંડા અભ્યાસી અને સુંદરમ - ઉમાશંકર જોશીના અંતેવાસી તરીકે એ જાણીતા હતા. એમણે શરૂ કરેલી 'ગુજરાતી ગ્રંથકાર શ્રેણી'માં આપણા મહત્ત્વના સાહિત્યકારો વિશેના ૪૮ જેટલા લઘુગ્રંથો પ્રગટ થયા છે. એમને ગુજરાતી સાહિત્યનાં અનેક માન-સન્માન મળેલાં છે. ઈ.સ.૧૯૯૩માં શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ મળેલો તો એમની સુદીર્ઘ સાહિત્યસેવાઓને અનુલક્ષીને ઈ.સ.૨૦૦૨માં એમને ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવેલા.


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.