ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રણજિતરામ વા. મહેતા
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:રણજિતરામ વાવાભાઈ મહેતા
(૨૫-૧૦-૧૮૮૧, ૫-૫-૧૯૧૭): નિબંધકાર. જન્મસ્થળ સુરત. શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૦માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. આઠેક માસ ત્યાં ફેલો. ૧૯૦૫માં
ઉમરેઠની હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૦૬થી ૧૯૧૭ સુધી પ્રો. ગજ્જર અને પ્રભાશંકર પટ્ટણીના અંગત મદદનીશ તથા શેઠ નરોત્તમદાસના પુત્રના ખાસ શિક્ષક. ગુજરાતી પ્રજા
અને સાહિત્યના વિકાસ તેમ જ ગૌરવ માટે સાક્ષરજયંતીઓની ઊજવણી તથા ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશન જેવાં નાનાવિધ ધ્યેયો અને તજજન્ય કાર્યોના આયોજનપૂર્વકના
અમલ અર્થે ૧૯૦૪માં ગુજરાત સાહિત્યસભાની સ્થાપના ને તેનું સંચાલન. એમની સાહિત્યસેવાના ઉપલક્ષ્યમાં ગુજરાતી સાહિત્યકારોને તેમના સાહિત્યસર્જન માટે ગુજરાત વિદ્યાસભા
દ્વારા દર વર્ષે એમના નામનો ‘રણજિતરામ સુવર્ણચન્દ્રક’ અપાય છે. છેતાલીસ વર્ષની વયે મુંબઈમાં જૂહુના દરિયામાં તરતાં શીખતાં અવસાન. |