ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી, ‘પ્રેરિત’
(૪-૭-૧૮૯૯, ૧૦-૧૧-૧૯૯૧): વિવેચક. જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી
મેટ્રિક. એ જ વર્ષે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ
વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯નો
નર્મદચંદ્રક. ૧૯૬૨માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરી અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગ તથા ૧૯૪૯માં
જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૬૧માં કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના અધિવેશનના અધ્યક્ષ. ૧૯૭૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની
માનદ પદવી. ૧૯૭૪માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ. |