ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : યશવંત શુક્લ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:યશવંત પ્રાણશંકર શુક્લ
(૮-૪-૧૯૧૫, ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ.
૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫
દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના
સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા. |