સાહિત્યસર્જકો - માહિતીપત્રક

સાહિત્યસર્જકો વિશે અધિકૃત માહિતી:

    સુજ્ઞશ્રી,
    ગુજરાતી સાહિત્યકોશના બીજા ખંડના શોધન-વર્ધનની કામગીરી શરૂ થઈ છે, આ ખંડમાં ઇ.૧૮૫૦થી ૧૯૫૦ સુધીનાં કર્તાઓ અને તેમની કૃતિઓ વિશેનાં અધિકરણોનો સમાવેશ થયો છે. તેમાં ૧૯૫૧થી ૧૯૭૦ સુધીમાં જન્મેલા સાહિત્યકારોનો પણ સમાવેશ કરવાનું આયોજન છે.

    કોશ વ્યાપક ઉપયોગનું સંદર્ભસાધન હોઈ એમાં લેખકો વિશેની અધિકૃત માહિતી આવવી જરૂરી છે. લેખક કે (લેખક દિવંગત હોય ત્યારે) એના સ્વજન પાસેથી અધિકૃત માહિતી મળી શકે તો કોશનું કામ સરળ થાય. આ હેતુથી આ માહિતીપત્રક તૈયાર કર્યું છે. આશા છે કે આ યોજનાને આપનો પૂરતો સહકાર મળી રહેશે.

    ઉપરાંત, આ સામગ્રીને ગુજરાતી સાહિત્ય પરિષદ કાયમી સંગ્રહ -ડેટાબેઝ- તરીકે સાચવી રાખે છે. જેથી અભ્યાસીઓને આપણા લેખકોની જીવનકવન વિષયક માહિતી કોઈ પણ સમયે પ્રાપ્ય બને. આથી આ માહિતીપત્રક બધા જ લેખકોનાં ભરાય એ અપેક્ષિત છે.

    આ માહિતીપત્રક ગુજરાતીમાં સુઘડ અક્ષરે પૂરી ચોકસાઈથી ભરીને સત્વરે પરત કરવા આગ્રહભરી વિનંતી છે.

    નીચેનું ફોર્મ ભરવું :



માહિતી ફોર્મ દ્વારા ભરીને મોકલી શકાશે / અથવા ડાઉનલોડ લીન્ક દ્વારા .PDF ફાઈલ ડાઉનલોડ કરીને ઈમેલ દ્વારા અથવા પરિષદ કાર્યાલયમાં મોકલી શકાશે.