સાહિત્યસર્જક: અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ્
સવિશેષ પરિચય:
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ્-ચંદ્રકાન્ત ટોપીવાળા અન્વીક્ષા (૧૯૭૦) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના વિવેચન-લેખોનો પહેલો સંગ્રહ. કુલ ૨૪ લેખોમાંથી ૮ સાહિત્યતત્વને તથા કર્તા-કૃતિને લગતા છે, જ્યારે ૧૫ લેખો ગ્રંથસમીક્ષાના છે. ૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્ય-વિવેચનના સંપ્રત્યયોને તપાસતો પહેલો તત્વલક્ષી લેખ વિશદ પણ બન્યો છે. લેખકે પોતાના અનુવાદગ્રંથ ‘ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ના પ્રવેશક રૂપે મૂકેલો (અહીં પુનર્મુદ્રિત) અભ્યાસલેખ ઍરિસ્ટોટલની કાવ્યવિચારણાને વિશદભાવે અને મુદ્દાસર રજૂ કરે છે. કર્તા-કૃતિ-સ્વરૂપાદિને લક્ષતા લેખોમાં વિવેચકનો સાહિત્યવિચાર સ્પષ્ટરેખ રહે છે. ગ્રંથસમીક્ષાઓ વિવિધ સ્વરૂપની કૃતિઓને આવરી લેતી અને મહદંશે આધુનિક સમયની છે એ વિગત બાહ્ય રીતે અને સમીક્ષામાં એમનો ઝોક સ્વરૂપલક્ષી રહ્યો છે એ બાબત આંતરિક રીતે લેખકનાં વ્યાપક આધુનિક રુચિ-વલણોને દર્શાવે છે. તત્વલક્ષિતાની સાથે વિશદતાનો મેળ એ આ વિવેચનલેખોની વિશેષતા છે. -અશ્વિન દેસાઈ નામરૂપ (૧૯૮૧) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો ચરિત્રનિબંધોનો સંગ્રહ. ચેતનાના ભિન્નભિન્ન સ્તરે જીવતા અનેક માનવીઓ લેખકના જીવનમાં આવ્યા અને ગયા એમની, સ્મૃતિને અહીં શબ્દબદ્ધ કરી છે. ભાષાની મર્યાદાઓ અને વિશેષતાઓથી લેખક સભાન છે, તેથી વીસેક જેટલાં ચરિત્રલેખનોમાં ‘બાબુ વીજળી’ કે ‘રહીમચાચા’ જેવાં ચરિત્રો સ્મરણીય બન્યાં છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી