સાહિત્યસર્જક: બકુલ ત્રિપાઠી
સવિશેષ પરિચય:
બકુલ ત્રિપાઠી -ચંદ્રકાન્ત ટોપીવાળા વૈકુંઠ નથી જાવું (૧૯૮૩) : બકુલ ત્રિપાઠીનો લલિતનિબંધોનો સંગ્રહ. વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું, એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું અને એ હળવાશમાંથી પછી કોઈ અંગત સંવેદનની ગોપિત ભૂમિમાં ભાવકને ખેંચી જવો એ આ નિબંધોની લાક્ષણિકતા છે. અહીં જીવનની વિવિધ સ્થિતિઓમાંથી પ્રગટતો નરવો આનંદ છે. સામાજિક સભ્યતાને ચાતરતા મુક્ત નિર્દોષ આચરણ દ્વારા, નવા જીવનમાં સ્મૃતિશેષ બનતી કેટલીક ભૂતકાલીન ઘટનાઓની સ્મૃતિ દ્વારા અને મધ્યમવર્ગીય જીવનમાં જોવા મળતી-કંટાળો આપે એવી કેટલીક રોજિંદી ઘટનાઓ પરત્વેની અવળી દ્રષ્ટિ દ્વારા આ આનંદ પ્રગટ્યો છે. નિર્દેશતા અને બૌદ્ધિક ચબરાકી અહીં હાસ્યની વિશિષ્ટતા છે. -જયંત ગાડીત વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી