સાહિત્યસર્જક: ડાહ્યાભાઈ દેરાસરી
સવિશેષ પરિચય:
ડાહ્યાભાઈ દેરાસરી-ચંદ્રકાન્ત ટોપીવાળા સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧) : ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીએ લખેલા આ ગ્રંથમાં, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનાને સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન થયું છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસનું આ પહેલું ગુજરાતી પુસ્તક છે. સાઠ વર્ષનો ગાળો ટૂંકો હોવાથી પ્રગટ થયેલા સાહિત્ય વિશે અભિપ્રાય વ્યક્ત કરવા લેખકે એકલાનો અભિપ્રાય ન લેતાં, જે તે પુસ્તકોને માટે અન્ય દ્વારા શું કહેવાયું છે અને કેવી એની કિંમત અંકાયેલી છે તે જણાવવાની કાળજી રાખી છે. પહેલા ખંડનાં પાંચ પ્રકરણોમાં સાઠીની સ્થિતિ, કેળવણીની શરૂઆત, અમદાવાદમાં સાહિત્યને અંગે ચળવળ, તે સમયના અમદાવાદ, મુંબઈ, સુરત, કાઠિયાવાડના ગૃહસ્થો વગેરેની ચર્ચા છે; અને એ રીતે સાઠીની સાક્ષરપ્રવૃત્તિને ઉપસાવી છે. બીજા ખંડનાં દશ પ્રકરણોમાં સાઠીનું વાઙમય તપાસ્યું છે; એમાં વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપોનાં અવલોકનો અને છેવટે સામયિક પત્રો અને છાપખાનાંની માહિતી આપ્યાં છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધનાં પ્રકાશનોની મુલવણીનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી