સાહિત્યસર્જક: ધીરુભાઈ ઠાકર
સવિશેષ પરિચય:
ધીરુભાઈ ઠાકર-પ્રવીણ દરજી અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) : ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧- ૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે. પરિવર્તન પામતા જતા સામાજિક, રાજ્કીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહનો આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર સાહિત્યકારોનાં જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખકે કે કૃતિ વિષે અંગત અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન સાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્વાદભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપોનો સંક્ષેપમાં પરિચય આપવાની સાથે તેનું રચનાવિધાન સમજાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રસ્તુત ગ્રંથ લેખકનું મૂલ્યવાન પ્રદાન છે. - નિરંજન વોરા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી