સાહિત્યસર્જક: હરિશ્ચન્દ્ર ભટ્ટ
સવિશેષ પરિચય:
હરિશ્ચન્દ્ર ભટ્ટ-બળવંત જાની સ્વપ્નપ્રયાણ (૧૯૫૯) : હરિશ્ચન્દ્ર ભટ્ટનો, ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ. માત્ર અંગ્રેજી નહીં બલકે યુરોપીય સાહિત્યના સંસ્કારો ઝીલતો આ સંગ્રહ ચાલીસી પછીની કવિતામાં મોટો અપવાદ છે. ભારતીય સંસ્કૃતિથી માંડી પશ્ચિમની ગ્રીક કથાઓ, ખ્રિસ્તી ધર્મ અને યુરોપીય કલાસાહિત્યના સંદર્ભો તેમ જ ઉલ્લેખોથી સમૃદ્ધ આ કવિતામાં સૌન્દર્યનિષ્ઠ ધ્યેય અગ્રેસર રહ્યું છે. લયની સૂક્ષ્મ સૂઝને કારણે ઊપસતો સઘન છંદપ્રભાવ, બિનઅંગત પ્રસ્તુતિ, પ્રેમ અને ધર્મની સામગ્રી તરફનો ઝોક આ બધાં સંગ્રહનાં સ્વાભાવિક આકર્ષણો છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી