સાહિત્યસર્જક: હસમુખ પાઠક
સવિશેષ પરિચય:
હસમુખ પાઠક-મનસુખ સલ્લા સાયુજ્ય (૧૯૭૨) : હસમુખ પાઠકનો આધુનિક કવિત્વરીતિને અનુસરતાં પ્રયોગશીલ કાવ્યોનો સંગ્રહ. અહી પ્રથમ કાવ્યસંગ્રહ ‘નમેલી સાંજ’નાં કેટલાંક કાવ્યોના પુનર્મુદ્રણ સાથે અઢાર જેટલી નવી રચનાઓ છે. ‘સાંજ’, ‘વૃદ્ધ’, ‘કોઈને કાંઈ પૂછવું છે?’ જેવાં કાવ્યોમાં કવિની વક્રદ્રષ્ટિ સાંપ્રત સમયની વિસંવાદિતાઓને લય, પ્રાસ, પ્રતીક અને કૌંસની પ્રયુક્તિઓ દ્વારા સાર્થ રીતે નિરૂપે છે. પંક્તિઓની સહેતુક વિશિષ્ટ ગોઠવણી કરીને કવિતાનો દ્રશ્ય આકાર ઉપસાવવાનો પ્રયત્ન પણ અહીં છે. ઊર્ધ્વગામી થવા મથતી કવિની ભાવના અજામિલ અને ગજેન્દ્ર જેવાં પુરાકલ્પનો દ્વારા પ્રગટ થઈ છે. ‘એક ને એક’, ‘વિચાર એટલે’, ‘ઈચ્છામૃત્યુ’ જેવાં કાવ્યોનો આરંભ આકર્ષક છે. -નિરંજન વોરા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી