સાહિત્યસર્જક: હીરાપાઠક
સવિશેષ પરિચય:
ફોટો: હીરાપાઠક-જયંત ગાડીત પરલોકે પત્ર (૧૯૭૦) : હીરા રામનારાયણ પાઠકનો બાર કાવ્યપત્રો કે પત્રકાવ્યોનો સંચય. ૧૯૫૫ થી ૧૯૫૭ માં સૂઝયા અને ૧૯૫૬ થી ૧૯૭૦ દરમિયાન રચાયેલા આ પત્રોમાં સંભાષણાત્મક સ્વગતોક્તિ ને કરુણપ્રશસ્તિનો સંયોજિત સૂર છે; આથી મૃત્યુજન્ય પતિવિરહ એની મુખ્ય અનુભૂતિ છે. અહીં સ્મૃતિઓ અને સંવેદનો ગૃહજીવનની આસપાસથી ઊઠે છે અને સંબોધ્યના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓને પણ પ્રગટાવે છે. પત્ર આકારની આ ઊર્મિકૃતિઓમાં સ્ત્રીહૃદયની ચર્ચા છે; પરંતુ રાજેન્દ્રી બાનીનું અનુસંધાન છેટું જ હોત તો આ ચર્ચા વધુ મૌલિક બની શકી હોત એવી સંભાવના પ્રસ્તુત જણાય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા આપણું વિવેચનસાહિત્ય (૧૯૩૯) : હીરા ક. મહેતા/ હીરા રા. પાઠકનો આ શોધપ્રબંધ છે. એમાં નર્મદથી શરૂ કરી નવલરામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કે. હ. ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકોર, ન્હાનાલાલ સહિત મુનશી સુધીના વિવેચકોના કાર્યનું વૈયક્તિક પ્રદાન તપાસવામાં આવ્યું છે. આ તપાસમાં વિવેચનદ્રષ્ટિને નહીં પણ ઇતિહાસદ્રષ્ટિને પ્રયોજી છે; અને એમ ગુજરાતી વિવેચનવિકાસનો આલેખ આપવાનો પ્રયત્ન થયો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી