અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી’
(૧-૯-૧૯૩૪) : ગઝલકાર. જન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી.
એમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ ‘જલન’ (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ આક્રોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલો છે. ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની છે. ‘ઊર્મિની ઓળખ’ (૧૯૭૩) એ
‘કુમાર’ માસિકમાં, ગુજરાતીના કેટલાક નોંધપાત્ર ગઝલકારોના જીવનકવન વિશે એમણે લખેલા પરિચાત્મક લેખોનો સંગ્રહ છે.