સાહિત્યસર્જક: જ્યોતિષ જાનિ
સવિશેષ પરિચય:
જ્યોતિષ જાનિ-ચંદ્રકાન્ત ટોપીવાળા ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૭૦) : જ્યોતિષ જાનીની નવલકથા, હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વિષયવસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવતી આ કથા છે. એમાં, એક બાજુ માતુશ્રી ચંચળબા, પત્ની શારદા અને ત્રણ દીકરીઓ વચ્ચે જીવતા બેન્ક એકાઉન્ટન્ટ હસમુખલાલનું ઠઠ્ઠાચિત્ર છે, તો બીજી બાજુ પિતા દ્વારા થયેલી માતૃહત્યાની પીડામાંથી મુક્ત થવા માગતા આધુનિક વિચારધારા પ્રગટાવતા બૌદ્ધિક અજય શાહનું કરુણચિત્ર છે. આ બંનેની રોજિંદી વાસ્તવિકતાઓનાં સંયોજનોથી કથામાં વેગ આવ્યો છે. મધ્યમવર્ગીય હસમુખલાલના હાથમાં અજય શાહ રૂ. ૨૫,૦૦૦ નો ચેક સરકાવે છે અને પારકા રૂપિયા હસમુખલાલ સ્વીકારે છે કે સ્વીકારતા નથી એવી સંદિગ્ધ ક્ષણોમાં કથાનું સમાપન થાય છે. હસમુખલાલના વ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખતી અને ભાષા તેમ જ નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તોડતી આ નવલકથા પ્રસંગે લેખે સફળ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી