સાહિત્યસર્જક: કમળાશંકર ત્રિવેદી
સવિશેષ પરિચય:
કમળાશંકર ત્રિવેદી- રમેશ ર.દવે ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૧૯૧૯) : કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો આ ગ્રંથ ચાલીસ પ્રકરણોમાં વહેંચાયેલો છે. ગુજરાતી ભાષામાં અત્યાર સુધી લખાયેલા વ્યાકરણવિષયક ગ્રંથોમાં આ ગ્રંથ ઐતિહાસિક મહત્વે ધરાવે છે. આ વ્યાકરણ રચવામાં લેખકે મોટે ભાગે સંસ્કૃત તથા અંગ્રેજી વ્યાકરણોનો પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ભાષાશાસ્ત્રની થોડીક ચર્ચા છે પણ પછી તત્કાલીન વ્યાકરણવિષયક વિભાવના રજૂ થઈ છે. સાતમા, આઠમા અને નવમા પ્રકરણોમાં કંઈક સાહિત્યિક કહી શકાય તેવી ચર્ચા છે, જે એ સમયના વ્યાકરણવિષયક ગ્રંથોનું એક અંગ લેખાતું હતું. ગ્રંથના શેષ ભાગમાં પદ, વાક્યાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભક્તિ, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના પ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, પદવિન્યાસ, વાક્યપૃથ્થકરણ વગેરેનો સમાવેશ થયો છે. સાત દાયકા પહેલાં લખાયેલો વ્યાકરણ પરનો આ ગ્રંથ આજના સંશોધકને એના સંશોધનકાર્યના પ્રસ્થાન-બિંદુ તરીકે અથવા એ દિશામાં વિચારણાર્થ સામગ્રી તરીકે ઉપયોગી છે. - હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી