સાહિત્યસર્જક: મનહર મોદી
સવિશેષ પરિચય:
મનહર મોદી-મણિલાલ પટેલ ૧૧ દરિયા (૧૯૮૫) : મનહર મોદીનો ગઝલસંગ્રહ. ગઝલોને અહીં કાલાનુક્રમે નહિ પણ કાલવ્યુત્ક્રમમાં ગોઠવવામાં આવી છે : ૧૯૮૩-૮૫ ની તદ્દન નવી ૩૨ ગઝલો, પછી ૧૯૮૨-૬૮ની ૨૧ ગઝલો, પછી ૧૯૬૭-૬૪ ની ૩૩ ગઝલો અને છેલ્લે ૧૯૬૩-૫૬ ની ૧૧ ગઝલો. આને કારણે કવિની પરિપકવતાનાં સમર્થનો રૂપે એની ભૂતકાલીન ગઝલના સ્તરો ગોઠવાયેલા લાગે છે. પૂર્વે નરી આત્યંતિકતાને વરેલો આ કવિ અહીં પરંપરા સાથે સમન્વય રચી શક્યો છે. ‘૧૧ દરિયા’ રચના એવા સમન્વયમાંથી ઊપસેલી આ સંગ્રહની સશકત ગઝલ છે. એકંદરે ભાષાની તાજગી ધ્યાનપાત્ર છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી