ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: મણિલાલ પટેલ
સવિશેષ પરિચય:
મણિલાલ પટેલ
પટેલ મણિલાલ હરિદાસ
(૯-૧૧-૧૯૪૯) : કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપાલ્લામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯માં ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઈડરમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૮૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે સંલગ્ન.
એમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪) અને ‘કિલ્લો’ (૧૯૮૬) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.