સાહિત્યસર્જક: નલિન રાવળ
સવિશેષ પરિચય:
ફોટો: નલિન રાવળ-ચંદ્રકાન્ત ટોપીવાળા અવકાશ (૧૯૭૨) : નલિન રાવળનો ‘ઉદગાર’નો અનુગામી કાવ્યસંગ્રહ. લગભઘ ૯૩ જેટલી રચનાઓમાં ચિંતનગર્ભ પ્રતીકો, સ્ફૂર્તિલાં કલ્પનો અને ગતિશીલ સુશ્લિષ્ટ(*) કાવ્યબંધ જોવાય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને મનુષ્ય-પ્રેમના ત્રિવિધ સ્તરે એમનું સંવેદન દ્યોતક છે. પરંપરિત છંદપ્રયોગોની એમની વિશિષ્ટ શૈલી છે. અહીં ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ એમની વૈયક્તિક લાક્ષણિકતા પ્રગટ કરતું મહત્વનું કાવ્ય છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી