સાહિત્યસર્જક: નંદકુમાર પાઠક
સવિશેષ પરિચય:
નંદકુમાર પાઠક-પરેશ નાયક એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય (૧૯૫૬) : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ નંદકુમાર પાઠકે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ. અહીં સંસ્કૃત સાહિત્યમાં એકાંકી, પાશ્ચાત્ય સાહિત્યમાં એકાંકી અને તેના ઉદભવ-વિકાસ , એકાંકીનું સંવિધાન, રંગમંચ અને એકાંકી, ગુજરાતી સાહિત્યમાં એકાંકી વિકાસ તથા એકાંકી અને રેડિયો નાટક જેવાં વિષયાંગો સમાવિષ્ટ છે. વિષય-પ્રવેશની ભૂમિકાએ ઉપયોગી બનતા આ સંગ્રહમાં નિરૂપિત સામગ્રી અને તેની રજૂઆત મુદ્દાસર છે.-રમેશ ર. દવે પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો (૧૯૬૮) : પશ્ચિમનાં વિવિધ નાટ્યસ્વરૂપોનો પરિચય આપતું નંદકુમાર પાઠકનું પુસ્તક. ને ટ્રેજેડી અને કૉમેડી એવા બે વ્યાપક ખંડોમાં વહેંચી કુલ અઢાર પ્રકરણોમાં ટ્રેજેડીના પ્રકારો અને કૉમેડીના પ્રકારોને સમાવ્યા છે; તેમ જ એરિસ્ટોટલથી માંડી આધુનિક યુગ સુધીની નાટકધારાઓનું સ્વરૂપ, એનો ઇતિહાસ અને વિકાસ બતાવ્યાં છે. ટ્રેજેડી ‘થિયેટર ઑવ ધ એબ્સર્ડ’ અને ‘ધ થિયેટર ઑવ ક્રયૂઅલ્ટી’ સુધી વિસ્તરી છે; તો કૉમેડીનો પણ વિવધ વળાંકો સુધી વિસ્તાર થયો છે. અહીં લેખકનો નાટ્યાભ્યાસ અંગેનો પરિશ્રમ દેખાઈ આવે છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી