સાહિત્યસર્જક: પંડિત સુખલાલજી
સવિશેષ પરિચય:
પંડિત સુખલાલજી-ચંદ્રકાન્ત ટોપીવાળા દર્શન અને ચિંતન – પુસ્તક ૧-૨ (૧૯૫૭) : પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જય ભિખ્ખુ’ દ્વારા થયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વયદ્રષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી