સાહિત્યસર્જક: પ્રમોદકુમાર પટેલ
સવિશેષ પરિચય:
પ્રમોદકુમાર પટેલ-ધીરેન્દ્ર મહેતા વિભાવના (૧૯૭૭) : પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખોનો સંગ્રહ. એમાં વિસ્તૃત આઠ અભ્યાસપૂર્ણ અને એક અનૂદિત એમ કુલ નવ લખાણો સમાવ્યાં છે. મુખ્યત્વે સિદ્ધાંતચર્ચાના આ લેખોમાં સાહિત્યશાસ્ત્ર અને સૌન્દર્યશાસ્ત્રના પાયાના પ્રશ્નોને સમજવાનો અને તપાસવાનો ગંભીર ઉપક્રમ છે. કોઈ આગ્રહ કે અભિનિવેશ વગરની આ વિવેચકની વિશ્લેષણમૂલક અને વિસ્તારમૂલક પદ્ધતિ નોંધપાત્ર છે. ‘સુરેશ જોશીની કળાવિચારણા’ આ ગ્રંથનો મહત્વનો લેખ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી