સાહિત્યસર્જક: પ્રિયકાંત મણિયાર
સવિશેષ પરિચય:
પ્રિયકાંત મણિયાર-નલિન રાવળ પ્રતીક (૧૯૫૩) : પ્રિયકાન્ત મણિયારની ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીમાં રચાયેલી પાંસઠ જેટલી રચનાઓને સમાવતો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં બાવીસ જેટલાં ગીતો છે. રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ અને મુગ્ધકર વ્યંજકતા છે. વિસ્મય અને વિષાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. પ્રશ્નાર્થચિહ્નો ને આશ્ચર્યચિહ્નો સાર્થક ઉપયોગ પણ છે. અહીં રાધાકેન્દ્રી ગીતોના ઊર્મિવિસ્ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. ‘કંચૂકીબંધ છૂટયા ને’ અને ‘ખીલા’ જેવી છાંદસ રચનાઓ તેમ જ ‘કૃષ્ણરાધા’ અને ‘શ્રાવણની સાંજનો તડકો’ જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સ્પર્શ (૧૯૬૬) : પ્રિયકાન્ત મણિયારનો બ્યાસી રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. એમાં ત્રીસ ગીતો છે. કવિની શરૂ શરૂની રચનાઓમાં સ્વાભાવિકતા અને સાહજિકતાને સ્થાને પ્રમાણમાં આયાસ વધુ છે. કાવ્યપ્રતીકો ક્યારેક કલ્પન-કોટિની કક્ષાએ રહી જાય છે, ક્યારેક શબ્દ-સંયોજનો તરડાયેલાં જોવાય છે, અને વિષયનો સમન્વય ઓછો સધાયો છે; તેમ છતાં કવિના અવાજનું નોખાપણું અળપાયું નથી. આ કારણે ‘સંયોગ’, ‘ક્યાં?’, ‘સમયનું સોનું’, ‘ફૂલનો પવન લોચન મારે વાયો’ જેવી માતબર રચનાઓ આ સંગ્રહમાં સાંપડી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી