ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: રમેશચંદ્ર શુકલ
સવિશેષ પરિચય:
રમેશચંદ્ર શુકલ
શુકલ રમેશચંદ્ર મહાશંકર
(૨૭-૧૧-૧૯૨૯) : વિવેચક, સંશોધક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૪-૮૦ દરમિયાન સર કે.પી. કૉલેજ ઑફ કૉમર્સ, સુરતમાં; લાલન કૉલેજ, ભુજમાં; શામળદાસ કૉલેજ, ભાવનગરમાં; એમ.પી.શાહ કૉલેજ, સુરેન્દ્રનગરમાં અને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં અધ્યાપન. ૧૯૮૦ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર.
‘પ્રેમાનંદ – એક સમાલોચના’ (૧૯૬૫), ‘નર્મદ – એક સમાલોચના’ (૧૯૬૬), ‘અનુવાક્’ (૧૯૭૬), ‘કુન્તકનો વક્રોક્તિવિચાર’ (૧૯૭૮), ‘અનુસર્ગ’ (૧૯૭૯), ‘અન્વર્થ’ (૧૯૮૧), ‘નવલરામ’ (૧૯૮૩), ‘અનુમોદ’ (૧૯૮૪), ‘સંભૂતિ’ (૧૯૮૪) અને ‘નર્મદદર્શન’ (૧૯૮૪) એમના વિવેચન અને સંશોધનના ગ્રંથો છે. પ્રેમાનંદ, નર્મદ અને નવલરામ વિશેનાં સમગ્રલક્ષી મૂલ્યાંકન આપવાનો તેમ જ કુંતકના વક્રોક્તિવિચારને ગુજરાતી કવિતામાંથી ઉદાહરણો શોધી બતાવીને સમજાવવાનો એમનો પ્રયત્ન ધ્યાનાર્હ છે. ‘કલાપી અને સંચિત’ (૧૯૮૧) અને ‘સ્નેહાધીન સુરસિંહ’ (૧૯૮૫) એમના સંશોધનમૂલક ગ્રંથો છે.
પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૯૬૬), ભાલણકૃત ‘કાદંબરી’ (૧૯૬૭), ‘વસંતવિલાસ’ (૧૯૬૯ બી. આ. ૧૯૮૨) એમનાં મધ્યકાલીન કૃતિલક્ષી સંપાદનો છે. ‘ચંદ્રહાસ આખ્યાન’ (૧૯૬૧), ‘અખાના છપ્પા’ (૧૯૬૩), ‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૬૪) અને ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૭) એમનાં અન્ય સાથેનાં વિદ્યાર્થીભોગ્ય સંપાદનો છે. ‘ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ’ (૧૯૭૭) અને ‘પ્રલંબિતા’ (૧૯૮૧) પણ એમનાં સંપાદનો છે. ‘ટૂંકીવાર્તા : સ્વરૂપ અને સાહિત્ય’ (૧૯૬૭) અને ‘સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા’ (૧૯૭૪) અન્યના સહયોગમાં તૈયાર થયેલા ગ્રંથો છે. ‘ગુજરાતનું સંસ્કૃતિદર્શન’ (૧૯૬૪)માં એમણે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ રસળતી શૈલીમાં નિરૂપ્યો છે.
-બળવંત જાની
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.