ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: રામજીભાઈ કડિયા
સવિશેષ પરિચય:
રામજીભાઈ કડિયા
કડિયા રામજીભાઈ મોહનલાલ
(૨૬-૫-૧૯૩૧) : નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક.
એમનું સર્જનકાર્ય ‘એક માળાના વીસ મણકા’ (૧૯૬૭) વાર્તા સંગ્રહથી શરૂ થયું છે. ‘ઢાંકેલી હથેળીઓ’ (૧૯૮૩) એમનો બીજો વાર્તાસંગ્રહ છે. ‘કાચની દીવાલ’ (૧૯૭૪), ‘પૂર્વક્ષણ’ (૧૯૭૬), ‘આથમતા સૂરજનાં અજવાળાં’ (૧૯૭૭), ‘હૈયું ખોવાયું આંખમાં’ (૧૯૮૦), ‘ગુલમહોરનો સ્પર્શ’ (૧૯૮૨), ‘ટહુકામાં ખોવાયેલું પંખી’ (૧૯૮૨) અને ‘તરસ મૃગજળની’ (૧૯૮૩) એ એમની નવલકથાઓ છે. ‘રંગભર્યા સપનાં’ (૧૯૭૮) કથાકૃતિ મનોવૈજ્ઞાનિક પ્રશ્નનું નિરૂપણ કરે છે.
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.