સાહિત્યસર્જક: રાવજીભાઈ મણિભાઈ પટેલ
સવિશેષ પરિચય:
રાવજીભાઈ મણિભાઈ પટેલ-પ્રવીણ દરજી જીવનનાં ઝરણાં – ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) : રાવજીભાઈ મણિભાઈ પટેલનું આત્મવૃતાંત. ગુજરાતનું સામાજિક અને રાજ્કીય વાતાવરણ ભેગું વણાતું આવે એ રીતે લેખકે ૧૯૦૭ થી ૧૯૫૭ સુધીનો પોતાનો ૫૦ વર્ષનો જીવનપટ આલેખ્યો છે. સત્યાગ્રહી દેશભક્ત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પોતાનાં વિવિધ સ્વરૂપો અહીં રજૂ કર્યાં છે. ગાંધીજી સાથેની નિકટતા બતાવવામાં તેમ જ અન્યત્ર ક્યારેક આત્મશ્લાઘાની અને આત્મપ્રદર્શનની વૃત્તિ ડોકાતી હોવા છતાં કેટલીક પ્રમાણભૂત ઇતિહાસની દસ્તાવેજી સામગ્રી અને એમની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં ટૂંકા કાર્યવિવરણો મૂલ્યવાન છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી