સાહિત્યસર્જક: સરોજ પાઠક
સવિશેષ પરિચય:
સરોજ પાઠક-ચંદ્રકાન્ત ટોપીવાળા વિરાટ ટપકું (૧૯૬૬): સરોજ પાઠકની બાવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાતી સભાન બન્યા વગર મનોચેતનાના અંશોને વાર્તાના અભ્યન્તરમાં ભેળવતી એમની કેટલીક વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’ એનું અહીં ઉત્તમ ઉદાહરણ છે. ઉપરાંત, ‘વિરાટ ટપકું’, ‘સ્વયંવર’, ‘સંજીવની’ જેવી વાર્તાઓ પણ ઉલ્લેખનીય છે. કથાને માત્ર કહી જવામાં નહિ પરંતુ કથાને વાર્તાની કલાત્મક કક્ષાએ ઊંચકવામાં આ વાર્તાકાર સફળ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા નાટઈમેર (૧૯૬૯) : સરોજ પાઠકકૃત મનોવૈજ્ઞાનિક નવલકથા. પ્રિયતમ સાર્થને બદલે તેના મોટાભાઈ અનન્ય સાથે નિયતિનું લગ્ન થયેલું છે; એટલું જ નહિ એ ત્રણેને એક જ ઘરમાં રહેવાનું બને છે. આ પરિસ્થિતિના અનેક ઘટકો રચીને આ ત્રણે પાત્રોનાં મનોવિવર્તોનું સૂક્ષ્મતાથી અહીં આલેખન થયું છે. નિયતિને કેન્દ્રમાં રાખીને સાર્થ તથા અનન્ય તરફ એની ત્રિજ્યાઓ ખેંચાઈ છે, પરિણામે સાર્થ અને અનન્યની મનોવ્યાથાઓથી ને તાણથી પણ અવગત થવાય છે. વસ્તુનો નિર્વાહ સાદ્યંતપણે ચૈતસિક સ્તરેથી થયેલો હોઈ એમાં સ્થૂળ ઘટનાઓનું નિરૂપણ થયું નથી, છતાં આ પાત્રોના બાહ્યજગતમાં જે કંઈ બને છે તેને કુશળતાથી પાત્રોનાં સંવેદનો સાથે સાંકળવાનું બન્યું છે. સ્મૃતિસાહચર્ય, સ્વગતોક્તિ, મનોમંથન જેવી પ્રયુક્તિઓનો અહીં સૂઝપૂર્વક વિનિયોગ થયેલો છે અને ભાષાના વિવિધ સ્તરોનો પણ. -ધીરેન્દ્ર મહેતા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી