મહેતા તારક જનુભાઈ
(૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક.''' જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૬માં ખાલસા કૉલેજ, મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.
૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી. ૧૯૫૯-૬૦માં ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.
એમણે ત્રિઅંકી નાટક ‘નવું આકાશ નવી ધરતી’ (૧૯૬૪), પ્રહસન ‘કોથળામાંથી બિલાડું’ (૧૯૬૫), ત્રિઅંકી નાટક ‘દુનિયાને ઊંધા ચશ્મા’ (૧૯૬૫) ઉપરાંત ‘તારક મહેતાના આઠ એકાંકીઓ’ (૧૯૭૮) અને ‘તારક મહેતાનાં છ એકાંકીઓ’ (૧૯૮૩)
આપ્યાં છે.