ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: વિનોદિની નીલકંઠ
સવિશેષ પરિચય:
વિનોદિની નીલકંઠ
નીલકંઠ વિનોદિની રમણભાઈ
(૯-૨-૧૯૦૭, ૨૯-૯-૧૯૮૭) : નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર, બાળસાહિત્યલેખક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં. માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં. ૧૯૨૮માં અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયો સાથે બી.એ. ૧૯૩૦માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમ.એ. વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલનાં હેડમિસ્ટ્રેસ. એસ.એન.ડી.ટી. મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા. વિવિધ સમાચારપત્રોમાં કટારલેખિકા.
‘કદલીવન’ (૧૯૪૬) એમની નવલકથા છે. ‘આરસીની ભીતર’ (૧૯૪૨), ‘કાર્પાસી અને બીજી વાતો’ (૧૯૫૧), ‘દિલ દરિયાવનાં મોતી’ (૧૯૫૮), ‘અંગુલિનો સ્પર્શ’ (૧૯૬૫) વગેરે એમના નવલિકાગ્રંથો છે. ‘રસદ્વાર’ (૧૯૨૮) નિબંધસંગ્રહમાં નારીહૃદયનો કુમાશભર્યો ઉઘાડ છે. ‘ઘરઘરની જ્યોત’- ભા.૧, ૨, ૩, ૪ (૧૯૫૫, ૧૯૫૮, ૧૯૬૪, ૧૯૬૯)માં એમનાં પ્રસંગચિત્રોનો સંચય છે. ‘નિજાનંદ’ (૧૯૭૬)માં પ્રવાસચિત્રો છે. ‘વિદ્યાગૌરી નીલકંઠ’ જીવનચરિત્ર છે. ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ (૧૯૪૨) સંશોધનગ્રંથ છે.
એમણે ‘શિશુરંજના’ (૧૯૫૦), ‘મેંદીની મંજરી’ (૧૯૫૬), ‘બાળકોની દુનિયામાં ડોકિયું’, ‘સફરચંદ’ (૧૯૬૪), ‘પડછંદ કઠિયારો’ (૧૯૬૪) વગેરે બાળસાહિત્ય પણ આપ્યું છે. ‘ઘરનો વહીવટ’ (૧૯૫૯), ‘બાળસુરક્ષા’ (૧૯૬૧), ‘મુક્તજનોની ભૂમિ’ (૧૯૬૬), ‘સુખની સિદ્ધિ-સમાજવિદ્યા’ (૧૯૬૮) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
-પુષ્પા ભટ્ટ
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.