ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: યશવંત કડીકર
સવિશેષ પરિચય:
યશવંત કડીકર
કડીકર યશવંત નાથાલાલ, ‘બિંદાસ’, ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’
(૧૨-૫-૧૯૩૪) : નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક.
એમની પાસેથી ‘નીલ ગગનનો તારો’ (૧૯૭૧), ‘અનામિકા’ (૧૯૭૨), ‘ઠગારી પ્રીત’ (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન’ (૧૯૭૪), ‘આંખ ઊઘડે તો આકાશ’ (૧૯૭૫), ‘શૂન્ય નિસાસા’ (૧૯૭૬), ‘માનવતાને મ્હેંકવા દો’ (૧૯૮૦), ‘સૂરજને કહો કે જરા થંભી જા’ (૧૯૮૧), ‘થીજી ગયેલાં આંસુ’ (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. ‘એક આંસુનું આકાશ’ (૧૯૭૯) એમનો લઘુકથાસંગ્રહ તથા ‘કડીની ગૌરવગાથા’ (૧૯૭૯) એમનું સંશોધન-સંપાદન છે.
-નિરંજન વોરા
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.