વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: અંટાતા પ્રશ્નોનું ગીત - પ્રફુલ્લ પંડ્યા


મારા હાથમાંથી હાથ ગયા નીકળીને
પગમાંથી પગલાં ફંટાઈ ગયાં એટલે..
બાકી પ્રવાસ બન્યો નિરર્થક સાવ
બધાં સપના ખર્ચાઈ ગયાં એટલે..
એવું લાગે છે કે કંઈક ખોટું બન્યું છે
સતત ખોટ્ટાને પાડી છે "હા"
સાચું કરવામાં કોઈ સાથમાં નહોતું ને
પાછી હિંમત પણ પાડતી'તી "ના!"
સંજોગોમાંથી બધાં નીકળી ગ્યા યોગ
બધાં સંબંધ વીખરાઈ ગયાં એટલે..
તોડફોડ આટલી મોટી નીકળશે
એનો સપને પણ ન્હોતો કોઈ ખ્યાલ
પહેરી શકાય એવાં વસ્ત્રો લૂંટાઈ ગયાં
લૂંટાયા અઘરા સવાલ
નીકળી ગ્યા એમાંથી સઘળાં જવાબ
અહીં પ્રશ્નો અંટાઈ ગયાં એટલે..


(નવનીત-સમર્પણ : નવેં ૨૦૦૫)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.