વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્યબોલું કશું
-ભરત વિંઝુડા


મારી સામે આવ તો બોલું કશું
તું મને બોલાવ તો બોલું કશું
આપમેળે હું નહીં આગળ વધું
હોઠ બસ ફફડાવ તો બોલું કશું
સૌ સરળતાઓની વચ્ચે મૌન છું
પ્રશ્ન અઘરો લાવ તો બોલું કશું
ને મને પણ રસ પડે જે વાતમાં
એ વિષય બતલાવ તો બોલું કશું
ધર્મ છે રોતાંને છાનાં રાખવા
આંસુઓ છલકાવ તો બોલું કશું
નહીં કરું મારી પરેશાની તને
અન્યને તડપાવ તો બોલું કશું
બોલતાં માણસને સાંભળવો પડે.
મારું શબ દફનાવ તો બોલું કશું.


(શબ્દસૃષ્ટિ: જુલાઈ ૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: ઓગસ્ટ ૨૦૦૯

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.