વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્યઆવું છીછરું
- વિનોદ ગાંધી


સરવર આવું છીછરું ?
એક તણખલું તરી શકે ના, કેમ કરી હું તરું?
વાત ત્યજુ તરવાની
તો પણ ડૂબવાનું યે શું છે ?
લહર નહીં ને તરંગ પણ ના
મોજાંનું શું પૂછે ?
તળિયું પણ ના તૃપ્ત થાય ત્યાં આખો ઘટ શેં ભરું ?
સરવર આવું છીછરું ?
વમળ નથી કે કમળ નથી
ને નથી છીપ કે શંખ
ઊના જળની હૂંફ નથી, ના
શીતળ જળનો ડંખ,
હજુય ના સમજાય, સરવરે શાને કાજે ઊતરું ?
સરવર આવું છીછરું ?


(તથાપિ-૧: સપ્ટેં.નવેં ૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: સપ્ટેમ્બર ૨૦૦૯

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.