વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્યગીત


-રમણીક સોમેશ્વર


તારે તો બહુ સારું છે
પડછાયાનું આખેઆખું પોત બસ હવે તારું છે
કાંટાળી ઝાડીમાં પણ ના એક ઉઝરડો પડે
પડછાયાને શું, એ વસ્ત્રો પહેરે કે પરહરે
વાડ હોય કે વેલો, તારે બધે જ ખોડીબારું છે
તારે તો બહુ સારું છે
પવન વહે કે પાણી, ના ખળભળવું કે ભીજાવું
જ્યાં લગ છે આ હોવું, ત્યાં લગ લાંબા-ટૂંકા થાવું
તારું હોવું તારું ક્યાં છે, એ પણ તો પરબારું છે
તારે તો બહુ સારું છે


(ખેવના: સપ્ટેબર ૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: માર્ચ ૨૦૦૯

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.