વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: હાથ - અદમ ટંકારવીહાથવેંતમાં લાગે છે
કિન્તુ ખૂબ જ આઘે છે
બન્ને હાથ ઉસેડો પણ
હાથમાં ક્યાં કૈં આવે છે
ગઈ કાલે હાથે કર્યા
આજે હૈયે વાગે છે
કર એનાથી હસ્તધૂનન
હાથ એ ચોખ્ખો રાખે છે
માથા પર છે ચારે હાથ
બીજું તું શું ચાહે છે?
એના હાથે છે મેંદી
એ ક્યાં હાથ હલાવે છે?
મુક્તારૂપે ગઝલ, અદમ
હાથમુચરકો માંગે છે


(કવિતા : ઓક્ટોબર-નવેમ્બર-૨૦૦૯)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.