વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

જરૂરી છે?

- કિરણ ચૌહાણ

ગઝલ
નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે ?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે ?

અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે? છતાં ખુશ છું.
અહીં પણ વ્યથા તો બહુ... બધી સહેવી જરૂરી છે ?

નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે,
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.

નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.


('શબ્દ સૃષ્ટિ', ઓગસ્ટ ૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: સપ્ટેમ્બર ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.