વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

કવિતા

- સુરેશ દલાલ


દશે દિશાઓની વેદનાને
પોતાનામાં સમાવી
એક સ્ત્રી
વૃક્ષના પડછાયામાં બેઠી છે.

સમુદ્રનાં
આછાં ભૂરાં જળનાં વસ્ત્રો
પહેર્યાં છે.
ચહેરા પર દેખાય છે
ઉદાસીના ઉઝરડા.
એની આસપાસ
કશું શ્વેત નથી
નથી કશું શ્યામ.
આશાનો ભૂખરો રંગ લઈને
ચંદ્ર પરાણે ઊગે છે આકાશમાં
એ તો માત્ર બેઠી છે ચૂપચાપ.
મૌનથી પણ એને
કશું કહેવાનું નથી.


('કવિતા', ઑક્ટો.-નવેમ્બર ૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: જુલાઈ ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.