વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: સમજાય છે - દિનેશ કાનાણી


સાવ સીધો ને સરળ ઉપાય છે
આંખ મીંચો તો બધું સમજાય છે!

છે હૃદયમાં એટલું તોફાન કે
આજ દરિયો આંખમાં છલકાય છે!

હા, બધું સંધાય છે એ સાચું પણ
ક્યાં તૂટેલું મન ફરી સંધાય છે?

પૂછવાનું મન ઘણુંયે થાય પણ
'કેમ છો?' બસ એટલું બોલાય છે!

છે લખેલું તો ઘણુંયે આસપાસ
આપણાથી ક્યાં કશું વંચાય છે?


(નવનીત સમર્પણ, ફેબ્રુઆરી ૨૦૦૯)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.