પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮

ઑગસ્ટ ૨૦૦૮

  • તા.૨૫-૬-૨૦૦૮ - કવિલોક ટ્રસ્ટની શતાબ્દી નિમિત્તે પરિષદ - ભવનમાં કાવ્યપઠન, આસ્વાદનો કાર્યક્રમ થયો. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે કવિ સુન્દરમની કવિતા પર મનનીય પ્રવચન કર્યું.
  • પરિષદ સંચાલિત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૨-૭-૨૦૦૮ના રોજ અનિલા દલાલે રવીન્દ્રનાથનાં બે નાટકો પર વક્તવ્ય આપ્યું: 'વાલ્મીકિ પ્રતિભા' અને 'પ્રકૃતિર પ્રતિશોધ.' તેમણે આરંભમાં કવિ રવીન્દ્રનાથની નાટ્યપ્રવૃત્તિની ટૂંકમાં રૂપરેખા આપી નાટકકાર રવીન્દ્રનાથને બિરદાવ્યા.
  • ગુજરાત કેળવણી પરિષદ અને સહયોગી સંસ્થાઓ - ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી વિશ્વકોશ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતીનો અધ્યાપક સંઘ -ના સંયુક્ત ઉપક્રમે તા.૩-૭-૨૦૦૮ના રોજ પરિષદ ભવનમાં શ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષ સ્થાને માતૃભાષાના શિક્ષણની નબળી થતી સ્થિતિમાં તેમાં સુધારણા માટે વિચારણા કરી સક્રિય થવા એક સભાનું આયોજન થયું.
  • ૫-૭-૨૦૦૮થી ૧૧-૭-૨૦૦૮ દરમ્યાન પરિષદ દ્વારા સાહિત્ય-યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ - અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર - ઘણી સાહિત્યિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે વાર્તાલાપો, ચર્ચાઓ યોજાયાં.
  • એનીબહેન સરૈયા લોખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે આ વર્ષે નિબંધ-સ્પર્ધાનું આયોજન થયું છે તે નિમિત્તે લેખિકાઓ અને બહેનોનું એક મિલન તા.૧૭-૭-૨૦૦૮ના રોજ ગોવર્ધન સ્મૃતિમંદિરમાં યોજાયું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રગતિ મિત્રમંડળ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે તા.૩૧-૮-૦૮ના રોજ સાંજે પાંચ વાગ્યે પાચોલિયા સભાગૃહ, સરદાર પટેલ હાઈસ્કૂલ, કાંદીવલી (વેસ્ટ) મુંબઈમાં કવિસંમેલન યોજવામાં આવ્યું છે.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દરિયાપારના સાહિત્યકારો માટે વર્ષ ૨૦૦૫-૨૦૦૬-૨૦૦૭ દરમ્યાન પ્રકાશિત શ્રેષ્ઠ નવલકથાને 'ગુજરાત દર્પણ પારિતોષિક' એનાયત કરવામાં આવશે.
  • જયન્તિ દલાલ સ્મૃતિ સંધ્યા નિમિત્તે રવિવાર તા.૨૪ ઑગસ્ટના રોજ સાંજે છ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં શ્રી પ્રવીણ પંડ્યા સાંપ્રત સંદર્ભમાં જયન્તિ દલાલના લેખન પર આધારિત 'બંદાના બોલ' (નાટ્યાત્મક પ્રસ્તુતિ) રજૂ કરશે.


....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.