પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮

સપ્ટેમ્બર ૨૦૦૮

  • ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત શ્રી ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ અને 'કલાપક્ષ'ના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી (૨૧/૭) નિમિત્તે પરિષદપ્રમુખ શ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષસ્થાને શુક્રવાર તા.૨૫-૭-૨૦૦૮ના રોજ 'કવિનો ત્રીજો અવાજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
  • હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર અને ગાંધીવિચારન આ અભ્યાસી શ્રી ગિરિરાજ કિશોર સાથે પ્રમુખ શ્રી નારાયણ દેસાઈની ઉપસ્થિતિમાં એક વાર્તાલાપનું આયોજન તા.૨૬-૭-૨૦૦૮ને શનિવારે સવારે ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં કરવામાં આવ્યું.
  • સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત હિન્દી સાહિત્યકાર શ્રી ગિરિરાજ કિશોરના અતિથિવિશેષ પદે તેમની હિન્દી નવલકથાના શ્રી મોહન દાંડીકરે કરેલા ગુજરાતી અનુવાદ 'પહેલો ગિરમીટિયો' વિશે એક સંગોષ્ઠિનુંઆયોજન ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં તા.૨૭-૮-૨૦૦૮ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનો સહયોગ હતો.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત 'રવીન્દ્રભવન'ના ઉપક્રમે તા.૭-૮-૨૦૦૮ - કવિશ્રી રવીન્દ્રનાથની પુણ્યતિથિના રોજ શ્રી મૃણાલિની સારાભાઈનું વક્તવ્ય ગોઠવાયું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત વુમન ડેવલપમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે તા.૧૯-૮-૨૦૦૮ના રોજ સાંજે શ્રી ચીનુ મોદી લિખિત દિગ્દર્શિત બે નાટકો રા.વિ.પાઠક સભાગૃહમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં.
  • આગામી જ્ઞાનસત્ર: ગુજરાતી સાહિત્ય પરિષદનું પચ્ચીસમું જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન સોસાયટીના નિમંત્રણથી તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન કીમ (જિ.સુરત) મુકામે શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાશે.
  • તા.૨ -૮-૦૮ના રોજ પરિષદ ભવનમાં 'પાક્ષિકી' અંતર્ગત 'સાંપ્રત હિંસક ઘટનાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરતી સાહિત્યિક કૃતિઓના પઠનનો કાર્યક્રમ યોજાયો હતો.
  • સાહિત્યયાત્રા ઊર્ફે સંવેદનયાત્રા ઊર્ફે સંવાદયાત્રા: તા.૫ જુલાઈના રોજ કલાપી જન્મસ્થળ લાઠીથી, કલાપીતીર્થધામથી આરંભાયેલા અને તા.૧૧ જુલાઈના રોજ ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં રાત્રે ૮.૦૦ વાગે પૂરી થયેલી આ યાત્રા, ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં એક અવિસ્મરણીય સાહિત્યિક ઘટના - પ્રયોગ સાબિત થયાં છે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર એમ મુખ્યત્વે સાત શહેરમાંથી પસાર થયેલી આ સાહિત્યયાત્રાએ નવું ધબકતું સાહિત્યનું વાતાવરણ રચ્યું.

  • ....સાહિત્યયાત્રા, જુલાઈ ૨૦૦૮ »


....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.