પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮

નવેમ્બર ૨૦૦૮

આગામી કાર્યક્રમો: ગુજરાતી સાહિત્ય પરિષદ - પચ્ચીસમું જ્ઞાનસત્ર

  • ૧) પરિષદ અંતર્ગત 'કવિલોક'ની સુવર્ણજયન્તી અને અંગ્રેજ કવિ જહૉન મિલ્ટનની ચતુર્થ જન્મશતાબ્દી નિમિત્તે શ્રી અનિલા દલાલે 'મિલ્ટનની કવિપ્રતિભા' પર તા.૨૪-૯-૨૦૦૮ના રોજ સાંજે વિશ્વકવિતા કેન્દ્રમાં વ્યાખ્યાન આપ્યું હતું.
  • ૨) ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે શિશુવિહાર 'બુધસભા'ના (ભાવનગર) સહયોગથી શ્રી તારાબહેન મહેતા વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત શ્રી અજય પાઠકે 'ભાવનગરના ગઝલકારો: ગઈ કાલ અને આજ' પર તા.૨૪-૯-૨૦૦૮ના રોજ શિશુવિહાર, ભાવનગર મુકામે વ્યાખ્યાન આપ્યું.
  • ૩) પરિષદ અંતર્ગત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૨-૧૦-૦૮ ગાંધીજયંતીના દિવસે શ્રી દેવવ્રત રાય દિગ્દર્શિત દસ્તાવેજી ફિલ્મ 'The Poet and the Mahatma' બતાવવામાં આવી.
  • ૪) તા.૩-૧૦-૦૮ના રોજ સાંજે દ્રશ્ય-શ્રાવ્ય કેન્દ્રના ઉપક્રમે એન.આઈ.ડી. દ્વારા તૈયાર કરવામાં આવેલી 'વલી ગુજરાતી' પરની ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી.
  • ૫) ગુજરાતી સાહિત્ય પરિષદ અંતર્ગત એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે નિબંધસ્પર્ધાના વિજેતાઓને, શ્રી કુમારપાળ દેસાઈના અધ્યક્ષપદે અને શ્રીમતી તરલા દલાલના અતિથિવિશેષપદે, પારિતોષિક-વિતરણનો કાર્યક્રમ મુંબઈ મુકામે તા.૧૧-૧૦-૨૦૦૮ના રોજ યોજવામાં આવ્યો હતો.
  • ૬) બાળવિભાગનું ઉદઘાટન: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત ચી.મં. ગ્રંથાલયમાં બાળવિભાગના ઉદઘાટનનો કાર્યક્રમ તા.૨૬-૯-૦૮ના રોજ યોજાયો હતો. જેમાં શ્રી બકુલેશભાઈ ભૂતા (રાજ્ય ગ્રંથાલય) ઉદઘાટક તરીકે આવ્યા હતા.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.