પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯

ફેબ્રુઆરી-૨૦૦૯

આગામી કાર્યક્રમો

  • શ્રી અભય બંગ દ્વારા, કાકાસાહેબ કાલેલેકર વ્યાખ્યાનશ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન: 'મહાત્મા સે મુલાકાત', તા.૨૮-૨-૦૯, સાંજે છ વાગે, પરિષદભવન

ફેબ્રુઆરી

  • પત્રકારત્વ અને નાટ્યપ્રવૃત્તિમાં નોંધપાત્ર ફાળો આપનાર ૯૮ વર્ષના શ્રી રતનજી માર્શલનું સાહિત્ય પરિષદ તરફથી ગૌરવ સન્માન કરવામાં આવ્યું ફોટો

  • પરિષદ સંચાલિત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૭-૧-૨૦૦૯ સાંજે રવીન્દ્રનાથની નવલકથા 'અનુરંગ' વિશે ભોળાભાઈ પટેલે પ્રવચન કર્યું. પછી શ્રી નિરંજન ભગતે નવલકથાના અન્ય પાસાંઓ પર પ્રકાશ પાડ્યો..
  • 'વાંચે ગુજરાત': સરકાર મદદ કરે અને સમગ્ર પ્રોજેક્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને નવસારીની સયાજી લાયબ્રેરી અને દ્વારા ચાલે, એ અનુસાર તા.૭-૧-૨૦૦૯ના રોજ એક પ્રાથમિક બેઠક યોજવામાં આવી.
  • પરિષદ અંતર્ગત, શ્રી જયંતિ દલાલ ષષ્ટિપૂર્તિ ફાઉન્ડેશનના ઉપક્રમે, ફાઉન્ડેશને વ્યક્ત કરેલી ઈચ્છા મુજબ પરદેશનિવાસી ગુજરાતી સર્જકની કૃતિ 'પથ્થર થર થર ધ્રૂજે' ના અંગ્રેજી અનુવાદ પર તા.૧૭-૧-૨૦૦૯ના રોજ શ્રી ધીરૂભાઈ પરીખે વ્યાખ્યાન આપ્યું હતું.
  • તા.૨૧-૧-૨૦૦૯ની સાંજે મુખ્ય મહેમાન તરીકે આવેલા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રધાન શ્રી ફકીરભાઈ વાઘેલા સાથે એક નાનકડું સ્નેહમિલન યોજાઈ ગયું હતું.
  • સર્જક સંવાદ, ભાવનગર ગદ્યસભા અને ગુજરાતી લેખક મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૨૮-૧૨-૦૮ના રોજ નવોદિત સર્જકોની સિસૃક્ષાને સંકોરતો પરિષદનો કાર્યક્રમ સર્જકસંવાદ સફળતાપૂર્વક યોજાઈ ગયો.
  • 'સર્જક સાથે સંવાદ' અંતર્ગત તા.૨૦-૧-૦૯ના રોજ શ્રી રતિલાલ બોરીસાગરે 'વાર્તાઓમાં ભાષાશુદ્ધિ' વિશે માર્ગદર્શન આપ્યું.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.