પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

જાન્યુ્આરી-૨૦૧૦

જાન્યુઆરી

  • સાહિત્ય પરિષદના સુધારેલા બંધારણ અનુસાર ચૂંટાયેલા ૪૦ સભ્યો ઉપરાંત દસ સભ્યો પસંદ કરવાના હોય છે. પરિષદની કાર્યવાહક સમિતિની તા.૨૨-૧૧-૦૯ની બેઠકમાં આ માટેનાં ધોરણો વિચારાયાં હતા અને મધ્યસ્થ સમિતિના સભ્યો પાસે નામનાં સૂચનો (બાયોડેટા સાથે) મંગાવવામાં આવ્યાં હતાં. નામપસંદ માટે કાર્યવાહક સમિતિની બેઠકમાં જે સભ્યોને પસંદ કરવામાં આવ્યા હતા, તે સભ્યોની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકેની મુદત તા.૧-૧-૨૦૧૦થી ૩૧-૧૨-૨૦૧૩ હશે.
    - વહીવટી મંત્રી
  • સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. તેનું પહેલું વ્યાખ્યાન ૨ ફેબ્રુઆરીને મંગળવારે સાંજે જાણીતા આધુનિક વિવેચક અને સર્જક ડૉ.ચંદ્રકાન્ત ટોપીવાળા 'રસસિધ્ધાંત અને અભિગ્રહણ્સિધ્ધાંત (રિસેપ્શન થિયરી) વિશે આપશે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
  • બુધસભા -ભાવનગર: ગુજરાતી સાહિત્ય પરિષદ અને બુધસભા -ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૧૧-૦૯ના રોજ શ્રી રવીન્દ્ર પારેખે 'નાટ્યકાર તરીકેની કેફિયત' પર ભાવનગર મુકામે વ્યાખ્યાન આપ્યું હતું.
  • ગ્રંથ ગોષ્ઠિ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતા ગ્રંથગોષ્ઠિ કાર્યક્રમ અંતર્ગત તા.૮-૧૨-૦૯ના રોજ શ્રી મીનળબેન દવી મરાઠી લેખિકા સુનિતા દેશપાંડેની કથા વિશે આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું હતું.
  • ચી.મ.ગ્રંથાલય રાષ્ટ્રીય ગ્રંથસપ્તાહ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મ.ગ્રંથાલયમાં રાષ્ટ્રીય ગ્રંથસપ્તાહની ઉજવણી નિમિત્તે તા.૧૪-૧૧-૦૯થી તા.૨૦-૧૧-૦૯ દરમિયાન વિ વિધ કાર્યક્રમોનું આયોજન તેમજ ચરિત્રાત્મક વિગતો સાથે સાહિત્યકારોના ફોટાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
  • નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા.સ્વા.મંદિર હસ્તક શ્રી બી.કે.મજમુદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. વધુ જાણકારી માટે પ્રકાશનમંત્રીશ્રીનો સંપર્ક કરવો.

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.