પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

મે -૨૦૧૦

મે

  • શ્રી ઘનશ્યામ દેસાઈની વિદાય: નવનીત-સમર્પણ સામયિકના પૂર્વસંપાદક, પરામર્શનદાતા તેમજ આધુનિક વાર્તાકાર શ્રી ઘનશ્યામ દેસાઈનું તા.૨૯-૪-૧૦ના રોજ અવસાન હયું છે. તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ.
  • તા. ૯-૪-૨૦૧૦ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ અન્ય ગુજરાતી સાહિત્યની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે લોકપ્રિય નવલકથાકાર, ચરિત્રકાર જોસેફ મેકવાનની શોકાભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • પરિષદે સમગ્ર ગુજરાતની બધીય જેલોમાં (૨૫) સાહિત્યિક પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કર્યો છે. પુસ્તકદાન આપવા માગતા હોય તેમણે અગાઉથી ચી.મં.ગ્રંથાલયમાં જાણ કરવા વિનંતી.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે.
  • તા.૭-૪-૧૦ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે વિશિષ્ટ દ્રશ્યશ્રાવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો વિષય હતો: Portrait of a Poet within.
  • ‘પાક્ષિકી’ના ઉપક્રમે તા.૮-૪-૧૦ને શુક્રવારે શ્રી હરીશ ખત્રીએ નિબંધનું પઠન કર્યું હતું.
  • ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
  • પરદેશના ગ્રાહકો: ત્રણ માસથી sea-mail વાળા તમામ આજીવન સભ્યોને પરબ Air-mailથી મોકલવામાં આવશે..

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.