પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

જૂન -૨૦૧૦

જૂન

  • 'હે નૂતન': ૭મી મે ૨૦૧૦ના દિવસે રવીન્દ્રનાથની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે શ્રી નિરંજન ભગત, શૈલેષ પારેખ અને સુજ્ઞા શાહે 'હે નૂતન' અને એ સમયની માનસિકતા વિશે તૈયાર કરેલ દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમની પ્રસ્તુતી કરી હતી.
  • વિશ્વપુસ્તક દિવસે (૨૩ એપ્રિલ) ગુજરાતી સાહિત્ય પરિષદે 'વાંચે ગુજરાત' અભિયાન અંતર્ગત સાબરમતી જેલમાં એક વિશિષ્ટ કાર્યક્રમનો આરંભ કર્યો.
  • 'વાંચે ગુજરાત' અંતર્ગત કાર્યક્રમ ૩જી જુલાઈના રોજ શ્રી ગુણવંત શાહના 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપથી થશે. ત્યારબાદના અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે કુલ ૧૫૦ વાર્તાલાપો યોજાશે.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ અને અખિલ હિંદ મહિલા પરિષદ, વાચકમંચ - સુરતના ઉપક્રમે તા. ૧૬ અને ૧૭મેના રોજ લેખિકાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ-વિવેચક તથા 'એતદ'ના સંપાદક નીતિન મહેતાનું તા.૧-૬-૨૦૧૦ના રોજ અવસાન થયું છે. તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ.
  • ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
  • પરદેશના ગ્રાહકો: ત્રણ માસથી sea-mail વાળા તમામ આજીવન સભ્યોને પરબ Air-mailથી મોકલવામાં આવશે..
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.