પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨

જુલાઈ ૨૦૧૨

જુલાઈ

  • સ્વ. ભોળાભાઈ પટેલ -ચાલુ કરેલા, ચાલુ કરવા ધરેલાં કાર્યો
  • નવોદિત સર્જકો સાથે સંવાદ: તા.૧૬-૬-૨૦૧૨ના રોજ નવોદિત સર્જકો સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત શ્રી ધ્વનિલ પારેખની અધ્યક્ષતામાં નવોદિતાએ કાવ્યો અને નિબંધોનું પઠન કર્યું હતું. તેમાં નવોદિતોને ઉત્તમ માર્ગદર્શન સાંપડ્યું હતું.
    ગુજરાતી સાહિત્ય પ્રેરિત અને ભાવનગર ગદ્યસભા સંચાલિત સર્જકસંવાદની મે માસની બેઠક તા.૨૭-૫ ને રવિવારે ભાવનગરમાં મળી હતી.
  • પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૬ ઑગસ્ટ થી શરૂ.
  • ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા આયોજિત પત્રકારત્વ પ્રમાણપત્ર અભ્યાસક્રમના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ગુજરાત યુનિ વર્સિટીના કુલપતિશ્રી પરિમલ ત્રિવેદીના અધ્યક્ષતામાં તા.૨૬-૫ના રોજ યોજાયો હતો.
  • એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત દર મહિને લેખન-વાચનમાં રસ-રુચિ ધરાવતી બહેનોની ગોષ્ઠિ પરિષદ ખાતે યોજવામાં આવે છે. તા.૨૫-૬ના રોજ એક ગોષ્ઠિ ઋતુકાવ્યો વિષયે યોજવામાં આવી હતી.
  • ગ્રંથ સાથે ગોઠડી અંતર્ગત તા.૮-૬ના રોજ શ્રી રાજુલ આઝાદે 'ધ ગેમ ચેન્જર્સ'નો આસ્વાદ કરાવ્યો.
  • પાક્ષિકીમાં તા.૭-૬ના રોજ વાર્તાકાર શ્રી સાગર શાહે તેમની અપ્રગટ વાર્તા 'સાહિત્ય સફર'નું પઠન કર્યું. તા.૧૪-૬ના રોજ અનુવાદક શ્રી ઈન્દિરા નિત્યાનંદને અનુદિત કૃતિઓ 'કુટ્ટી મેઈલ' અને 'શું પ્રેમ તાળામાં કેદ કરી શકાય?' રજૂ કરી હતી. તા.૨૧-૬ના રોજ શ્રી અભિમન્યુ આચાર્યએ 'પકલો પ્રકાશ અને ફૂટબોલ' વાર્તાનું પઠન કર્યું હતું.
  • અનુવાદ-અભિમુખતા: તા.૧૨-૬ની અનુવાદ અભિમુખતા બેઠકમાં શ્રી ચિનુ મોદીએ 'નાટકમાં અનુવાદ' વિશે વાત કરી હતી.
  • જેલ કાર્યક્રમો અંતર્ગત તા.૧૯-૫ (ભાવનગર), તા.૨૮-૪ (જૂનાગઢ), તા.૨૨-૬ (અમદાવાદ), તા.૧૬-૬ (મહેસાણા), તા.૧૬-૬ (સુરેન્દ્રનગર), તા.૧૬-૬ (ભાવનગર), તા.૧૭-૬ (વડોદરા) જેલોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.