સંસ્થા વિશે

સંસ્થાનું નામ : ગુજરાતી સાહિત્ય પરિષદ

સંસ્થાનું નામ : ગુજરાતી સાહિત્ય પરિષદ
કાર્યાલય: ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૯
હેતુઓ:

અ. આ પરિષદ નીચેના હેતુઓથી સ્થાપવામાં આવી છે:

૧. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કારની સર્વ શાખાઓ અને પ્રવૃત્તિઓ સંરક્ષવી અને વિકસાવવી.

૨. ગુજરાતી ભાષામાં કે ગુજરાતી ભાષાસાહિત્ય વિશે લખાયેલાં પુસ્તકો સંરક્ષવાં, તૈયાર કરાવવાં, છાપવાં કે પ્રસિધ્ધ કરવાં - કરાવવાં.

૩. ગુજરાતી ભાષા બોલનારાંઓનું સાંસ્કૃતિક ઐક્ય સર્વત્ર જળવાય તે માટેના સર્વ પ્રયાસો કરવા.

૪. શિક્ષણમાં ગુજરાતી ભાષા સરળ અને પ્રાણવાન બને એ માટે સર્વ પ્રયાસો કરવા.

૫. ગુજરાતી ભાષામાં કોશસાહિત્યનો પ્રબંધ કરવો.

૬. જૂના ગુજરાતી ઢાળો અને લોકસાહિત્યનું રેકૉર્ડિંગ કરાવવું તેમ જ અન્ય પ્રકારે એ સાહિત્યને સંરક્ષવા પ્રયાસો કરવા.

૭. લેખકનિધિનો પ્રબંધ કરવો.

આ. ઉપરના હેતુઓ પાર પાડવા નીચે જણાવેલી પ્રવૃત્તિ કરવી :

૧. પરિષદની શાખાઓ ખોલવી.

૨. પુસ્તકાલયો, સંગ્રહસ્થાનો, છાપખાનાં કે એવી બીજી સંસ્થાઓ નિભાવવી, ખોલવી, જોડવી, ખરીદવી, ભેળવી દેવી કે તેવી સંસ્થાઓને ઉત્તેજન આપવું.

૩. ગુજરાતી સાહિત્ય અને સંસ્કારને લગતાં સંમેલનો, પ્રદર્શનો, જ્ઞાનસત્રો વગેરે યોજવાં.

૪. ગ્રંથશ્રેણીઓ તૈયાર કરી પ્રકાશિત કરવી, વ્યાખ્યાનો યોજવાં, પરીક્ષાઓ લેવી, સામયિક પત્રો પ્રસિધ્ધ કરવાં.

૫. ગુજરાતી ભાષાસાહિત્યનો ઇતિહાસ તથા ગુજરાતીમાં કોશસાહિત્ય તૈયાર કરાવીને પ્રગટ કરવાનો પ્રબંધ કરવો.

૬. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કાર અને કલાને લગતી તેમ જ ગુજરાતી પ્રજાને લગતી હકીકતોનું સંશોધન કરવું અથવા એ પ્રકારની પ્રવૃત્તિઓને સહાયભૂત થવું.

૭. પરિષદના હેતુઓને પાર પાડવા કે આગળ વધારવામાં સહાયરૂપ થઈ પડે તેવાં ટ્રસ્ટફંડો કે દાનો સ્વીકારવાં અને બંધારણ અનુસાર તેનો વહીવટ કરવો.

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.