ઇ-ન્યુઝલેટર

લેખનસ્પર્ધા



એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત લેખનસ્પર્ધા

આદરણીય શ્રી ધીરુબહેન પટેલની પ્રેરણાથી આ વર્ષે એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત 'મારો અવિસ્મરણીય અનુભવ' વિષયક લેખનસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. લેખિકાઓ, લેખનમાં ર્સ ધરાવતી બહેનોને આ વિષયે તેમની મૌલિક - અપ્રગટ રચનાઓ મોકલવા હાર્દિક નિમંત્રણ છે. આપનું લખાણ ૩૦૦ થી ૬૦૦ શબ્દોની મર્યાદામાં હોવું જરૂરી છે. લખાણ સુવાચ્ય અક્ષરે અથવા ટાઈપ કરાવીને, ફૂલસ્કેલ કાગળમાં એક બાજુએ હોવું જરૂરી છે. આપનું લખાણ તા.૩૧-૮-૨૦૧૧ સુધીમાં મળે, તે રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ, ટાઈમ્સ પાછળ, અમદાવાદ-૩૮૦૦૦૯ ને મળી જાય તે રીતે મોકલવાનું રહેશે. કવર ઉપર એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ-લેખનસ્પર્ધા એમ અચૂક દર્શાવવાનું રહેશે.

(ઈમેલમાં મોકલનાર સ્પર્ધક બહેને માઈક્રોસોફ્ટ વર્ડ ફાઈલ ફોર્મેટમાં ગુજરાતીમાં લખીને મોકલવું તથા ઈમેલનો વિષય 'એની સરૈયા લેખિકા લેખનસ્પર્ધા ૨૦૧૧ જરૂરથી રાખવો.)

આ માટે નિર્ણાયક સમિતિનો નિર્ણય આખરી ગણાશે. આ લેખન સ્પર્ધામાં પ્રથમ ઈનામ રૂ.૧૦૦૦/-, બીજું ઈનામ રૂ.૭૫૦/- અને ત્રીજું ઈનામ રૂ.૫૦૦/- નું રહેશે. બીજા પાંચ પ્રોત્સાહન ઈનામ રૂ.૨૦૦/-ના રહેશે.

સ્પર્ધકે કૃતિની ઉપર પોતાનું નામ-સરનામું (ઓળખ સંબંધિત કંઈ જ) લખવાનું રહેશે નહીં. કૃતિના ઉપરના ભાગે 'મારો અવિસ્મરણીય અનુભવ' પછી કૃતિનું શીર્ષક જ લખવાનું રહેશે. કૃતિ સાથે અલગ કાગળ પર પોતાનું નામ, સરનામું, ટેલિફોન-મોબાઈલ નંબર તેમ જ કૃતિનું શીર્ષક અવશ્ય લખવાનાં રહેશે.

ખૂબ બહોળી સંખ્યામાં લેખિકાઓ ભાગ લે એ માટે હાર્દિક નિમંત્રણ છે.

અમે, આપના,
પારુલ કંદર્પ દેસાઈ, પ્રજ્ઞા પટેલ
ગુજરાતી સાહિત્ય પરિષદ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.