સાહિત્યસર્જક: કેશવલાલ ધ્રુવ
સવિશેષ પરિચય:
ફોટો: કેશવલાલ ધ્રુવ-ચંદ્રકાન્ત ટોપીવાળા સાહિત્ય અને વિવચેન- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૧) : કેશવ હર્ષદ ધ્રુવનાં લખાણોના સંગ્રહો. ભા. ૧ માં ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા લેખો સિવાયના, માસિકોમાં છપાયેલ મૌલિક કાવ્યો, ગદ્ય અને પદ્યના અનુવાદો તેમ જ સાહિત્ય-ઇતિહાસને લગતે લેખો સંચિત થયેલા છે; જ્યારે ભા. ૨ માં ગુજરાતી ભાષાશાસ્ત્ર પરના તેમ જ ગુજરાતી સાહિત્ય અને ભાષાના વિકાસના અભ્યાસમાં ઉપયોગી બને તેવા લેખો છે. આ લેખોમાં સમભાવશીલ સંશોધકની સૂક્ષ્મ રુચિનો પરિચય થાય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા પદ્યરચનાની ઐતિહાસિક આલોચના (૧૯૭૧) : ૧૯૩૧માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના આશ્રયે કેશવ હર્ષદ ધ્રુવે આપેલાં વ્યાખ્યાનો, જે ૧૯૩૨માં પ્રસિદ્ધ થયા પછી ૧૯૭૧માં ફૉબર્સ ગુજરાતી સભા દ્વારા પુનઃ પ્રકાશિત થયાં. પ્રાચીનકાળથી સાહિત્યના માધ્યમ તરીકે પ્રચલિત પદ્યના અનેક માર્ગો છે, એને લક્ષમાં રાખી લેખકે અહીં ઋગ્વેદથી માંડી કવિ જયદેવ સુધીની પદ્યરચનાની મૌલિક વિચારણા કરી છે. ‘પદ્યની ઘટના’, ‘ઋક્કાલ’, ‘આક્યાનકાલ’, ‘સુત્તકાલ’ અને ‘કાવ્યકાલ’ એમ કુલ પાંચ ‘દ્રષ્ટિપાત’માં આ ગ્રંથ વહેંચાયેલા છે. ઉપરાંત ‘પદ્યરચનાના પ્રકાર’, ‘વનવેલી’, ‘પૃથ્વીનો ઇતિહાસ’ અને ‘પદ્યબંધની કસોટી અને બીજા પ્રશ્નો’ જેવા બીજા ચાર લેખો પણ સાથે જોડવામાં આવ્યા છે. અત્યંત પરિશ્રમપૂર્વક તૈયાર થયેલો છંદવિષયક આ અતિ મહત્ત્વનો પ્રમાણભૂત ગ્રંથ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી