અભ્યાસક્રમો

માતૃભાષા પ્રમાણપત્ર અભ્યાસક્રમ

માતૃભાષા પ્રમાણપત્ર અભ્યાસક્રમ: તા.૦૨-૦૨-૧૫ થી ૧૯-૦૨ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધનકેન્દ્રના ઉપક્રમે 'માતૃભાષા પ્રમાણપત્ર અભ્યાસક્રમ'ના આયોજનરૂપે તા.૦૨-૦૨-૧૫ થી ૧૯-૦૨ દરમિયાન, વાચનકૌશલ્યની સજ્જતા કેળવાય તે અભિગમથી વિવિધ વ્યાખ્યાનો યોજવામાં આવે છે. જેમાં કોઈપણ ભાષારસિક - ભાષાજિજ્ઞાસુ, વયભેદ કે વ્યવસાયભેદ વગર જોડાઈ શકે છે.

અભ્યાસક્રમમાં સર્વશ્રી યોગેન્દ્ર વ્યાસ, અરવિંદ ભંડારી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા, કીર્તિદા શાહ, પિંકી પંડ્યા, સતીશ વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, કિશોરી ચંદારાણા વગેરે તજજ્ઞો સેવા આપશે.

રસ ધરાવનારે પરિષદ કાર્યાલયનો સંપર્ક કરવો.નામનોંધણી તથા વધુ માહિતી માટે સંપર્ક:
કાર્યાલય: (૦૭૯) ૨૬૫૮૭૯૪૭ / ૨૬૫૭૬૩૭૧
ઈમેલ: gspamd@vsnl.net / gspamd@vsnl.net

-: સ્થળ :-

ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સની પાછળ,

નદી કિનારે આશ્રમ રોડ, અમદાવાદ.

-: સંપર્ક :-

કાર્યાલય :- (૦૭૯) ૨૬૫૮૭૯૪૭

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.